કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ,કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ હવે બન્યું ડિજિટલ
18-08-2026
| News
મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજા એ જણાવ્યું હતું કે, મંડળ દ્વારા વર્ષમાં બે વખત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે.આજની સામાન્ય સભામાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વર્ગ-૩ માંથી વર્ગ-૨ માં પ્રમોશન મેળવેલ કર્મચારીઓનું સન્માન, મંડળની સભ્ય ફી, મંડળના આગામી કાર્યક્રમો ના આયોજન અને અગાઉ યોજાયેલ કાર્યક્રમોના ખર્ચના હિસાબો વગેરે મુદ્દાઓની ચર્ચા કરીને સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મંડળની કારોબારી ટીમ ના સભ્ય યુવરાજસિંહ લીંબડ દ્વારા તૈયાર કરવામાં આવેલ મંડળની વેબસાઈટનું લોન્ચિંગ મંડળના પ્રમુખ નિર્મળસિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવેલ ત્યારે તે પળ તમામ માટે યાદગાર અને ગૌરવપૂર્ણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ હતી. સંભવિત કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ એ પ્રથમ એવું સરકારી કર્મચારીઓનું મંડળ છે કે જેની પોતાની અલાયદી વેબસાઈટ હોય. વેબસાઈટ આગામી સમયમાં કર્મચારીઓને ખુબ જ ઉપયોગી નીવડશે. તેમજ મંડળને આધુનિક અને વધુ સુવ્યવસ્થિત બનવાની દિશામાં મદદરૂપ બનશે.
મંડળની વેબસાઈટ બનાવનાર યુવરાજસિંહ લીંબડ એ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં ડીજીટલ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા કર્મચારીઓને ફરજમાં ઉપયોગી સામગ્રી માત્ર એક જ ક્લિક થી મળી રહે તે ઉમદા વિચારો સાથે મંડળની https://kutchpanchayatvarg3.in નામની વેબસાઈટ બનાવવામાં આવેલ છે. જે વેબસાઈટ પર મંડળના તમામ સભ્યોની માહિતી,સરકારશ્રીના તમામ વિભાગોના કર્મચારીઓને ઉપયોગી ઠરાવો અને પરિપત્રો,કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો અને જુના પેપરો, મંડળના કાર્યક્રમો અને કામગીરી સબંધિત સમાચારો જેવી અનેક ઉપયોગી માહિતી તમામ કર્મચારીઓને સરળતાથી એક જ વેબસાઈટ પર મળી રહેશે જે કર્મચારીઓ માટે અતિઉપયોગી થશે.