કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ

કચ્છ પંચાયત વર્ગ -૩ મંડળ દ્વારા રમતોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું

20-02-2026 | News

માધાપર મધ્યે કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા સભ્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રમતોત્સવ- ૨૦૨૬ યોજાયો હતો, જેમાં પુરુષ, મહિલા અને બાળકો માટે બૅડમિન્ટન, કેરમ, ચેસ. ટેબલ ટેનિસ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બોક્સ કિ્રકેટ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો તેમજ ટેલેન્ટ હન્ટ (કૌશલ્ય શોધ)
રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બોક્સ કિ્રકેટમાં તાલુકા અને જિલ્લા કક્ષાની સાત ટીમેં ભાગ લીધો હતો, જેમાં ચક દે ઇનિ્ડયા વિજેતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ ટીમ રનર્સઅપ થઇ હતી. ટેલેન્ટ હન્ટમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વરચિત કવિતાઓ, ગીત,ડાન્સ,અભિનય વગેરેની રજૂઆત કરી હતી. મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું કે પંચયત વિભાગના કર્મચારીઓ જાહેર સેવાનાં ક્ષેત્રમાં હંમેશા કાર્યશીલ રહેતા હોય છે. કર્મચારીઓની અંદર રહેલી પ્રતિભા, માનસિક અને શારીરિક તાજગી અને ટીમ ભાવના વિકાવવા તેમજ આત્મવિશ્વાસ અને સંગઠન પ્રત્યેની લાગણી વધારવા માટે મંડળ દ્વારા રમતોનું
આયોજન કરવામાં આવ્યું હતું.બહોળી સંખ્યામાં કર્મચારીઓ અને પરિવારજનોએ ભાગ લીધો હતો. રમતોના વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફોટો ગેલેરી

શેર કરો

WhatsApp Facebook

સંબંધિત ન્યૂઝ