કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્રારા યોજાયો સરસ્વતિ સન્માન કાર્યક્રમ ૨૦૨૫

18-02-2026 | News

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા શકિ્તધામ, ભુજ ખાતે યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં ત્રીજા વર્ગ કર્મચારી મંડળના કર્મચારીઓના એલકેજીથી કોલેજ સુધી અભ્યાસ કરતા બાળકો અને સરકારી નોકરી મેળવેલા કર્મચારીઓના દીકરા દીકરીઓનું સન્માન કરાયું હતું.

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિહ જાડેજાએ જણાવ્યું કે, તમામ કર્મચારીઓના સહકારથી આશરે પાંચ વર્ષ પછી કર્મચારીઓનાં બાળકોનો સરસ્વતી સન્માન કાર્યક્રમ કરાયો છે.! કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, કર્મચારીઓ, પરિવારજનો તમામને મંડળ દ્વારા યાદગારી ભેટ સ્વરૂપે બોલપેન અને બાળકોને વિભાગવાર ગિફ્ટ આપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મનીષાર્બન વેલાણી, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત- કચ્છ, રૂપેશભાઈ આહીર-ચેરમેન, સિચાઈ સમિતિ, પુરુષોત્તમભાઈ મારવાડા-ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, વિજયાબેન પ્રજાપતિ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), જે. એમ.સિંધી- જિલ્લા હિસાબી અધિકારી, દશરથ પંડ્યા- જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ડો. વિનોદભાઈ નિનામા- જિલ્લા આયુર્વેદ અધિકારી, પ્રવિણભાઈ ચાવડા- જિલ્લા આંકડા અધિકારી, અનિલભાઈ ત્રિવેદી- તાલુકા વિકાસ અધિકારી-મુંદરા, વજેસિંહ પરમાર- તાલુકા વિકાસ અધિકારી-ભચાઉ, કરશનભાઈ ઢીલા-હિસાબી અધિકારી (ડીઆરડીએ) હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલું હતું.| જ્યારે આભારવિધિ દક્ષાબા જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

ફોટો ગેલેરી

શેર કરો

WhatsApp Facebook

સંબંધિત ન્યૂઝ