કચ્છ પંચાયત ત્રીજા વર્ગ મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન
06-08-2026
| News
કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા પીથોરાપીર મંદિર હોલ, ભુજ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ત્રીજા વર્ગ કર્મચારી મંડળના કર્મચારીઓના બાલમંદિર, એલકેજીથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતાં બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કારગીલ વિજય દિવસ પણ હોવાથી પંચાયત વિભાગમાં ફરજ બજાવતા નિવૃત આર્મી કર્મચારીઓનું મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ નિર્મેળસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના બાળકોનું સરસ્વતી સન્માન કાર્યક્રમનું આર્યોજન મંડળ દ્વારા દાતાઓ અને કર્મચારીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, કર્મચારીઓ, તેમના પરિવારજનોને મંડળ દ્વારા સ્મૃતિ ભેટ અને બાળકોને વિભાગવાર ભેટ આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કૂપન આપી કુલ-ત્રણ લક્કી ડ્રો ઇનામ વિજેતાઓને ભેટ આપવામાં આવી હતી. મુખ્ય મહેમાનો તરીકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી, આરોગ્ય સમિતિ ચેરમેન રણજીતસિંહ જાડેજા, જિલ્લા હિસાબી અધિકારી જે.એમ.સિંધી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશોક રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત કાંતિભાઈ ગઢવીએ અને આભારવિધિ યુવરાજસિંહ લીંબડ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સન્માન સમારોહ ટીમે જહેમત ઉઠાવી હતી.